નીપાહ વાયરસ એ કેરળ માં ચામાચીડિયાં અને ડુક્કર થી ફેલાતો વાયરસ

0
248

જાણો શું છે? નીપાહ વાઇરસ
વર્તમાનમાં ચર્ચામાં કેમ છે?
માનવ શરીરમાં કેવી રીતે ચેપ ફેલાય છે?

નીપાહ વાયરસ ના લક્ષણો જાણો શું છે ? નિપાહ વાયરસ
નિપાહ વાયરસ (એન આઇવી) જાનવરો થી માણસમાં ફેલાતો ચેપી રોગ છે.WHO ના જણાવ્યા મુજબ નીપાહ વાયરસ ચામાચીડિયાં માંથી ફળમાં અને ફળોમાંથી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે.તે બંને ને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

1998 માં પહેલી વખત મલેશિયાના કંપુંગ સુંગાઈ નિપાહ માં આ અંગેના કેસ સામે આવ્યા હતાં.અને તેથી જ તેને નીપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે.પહેલા તેની અસર ભૂંડ માં જોવા મળી હતી.

ભારતમાં આ વાયરસ પ્રથમ વખત પશ્ચિમ બંગાળ માં 2001 માં સામે આવ્યો હતો.

વર્તમાનમાં ચર્ચામાં કેમ છે?

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસ (એન આઇ વી ) નો ચેપ લાગતા 11 ના મોત થયા છે.આ જીવલેણ વાયરસ થી પીડિત 6 લોકોની સ્થિતિ ખુબજ નાજુક છે,જ્યારે 25 અસરગ્રસ્તોને સઘન નિરીક્ષણ હેઠળ રખાયા છે.
જાનવરો થી ફેલાતો આ વાયરસ કેરળના કોઝિકોડમા ચામાચીડિયાં મારફતે ફેલાયો છે.નીપાહ થી મોતની માહિતી મળ્યા બાદ આખા કેરળમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે.
ફ્રૂટ બેટ ( ચામાચીડિયુ )ફ્રૂટ બેટ કહેવાતા ચામાચીડિયાં મુખ્યત્વે ફળ અથવા ફળના રસ નું સેવન કરે છે.ફ્રૂટ બેટની લંબાઈ પાંચ ફૂટ કરતા વધુ હોઈ શકે છે. આ ફ્રૂટ બેટને મોટી આંખો છે.અને તેઓ પાસે ઉત્તમ દ્રષ્ટિ છે.ફ્રૂટ બેટ મેગાબેટ ની શ્રેણીમાં આવે છે.અને ક્યારેક કેટલીક જગ્યાએ ફ્લાઈંગ ફોકસ કહેવામાં આવે છે.

નીપાહ વાયરસનાં લક્ષણો

* શ્વાસ લેવામાં તકલીફ,તીવ્ર તાવ, બળતરા ,માથાનો દુખાવો ,ચક્કર આવવા અને બેભાન થવું નીપાહ વાયરસ ના લક્ષણો છે.
* ડોક્ટરના મત મુજબ આ વાયરસ ખૂબ જ ઝડપથી અસર કરે છે.
* દર્દીને તુરંત સારવાર ન મળે તો 48 કલાકની અંદર તે કોમામાં જઈ શકે છે.
*વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ વાયરસ ની અત્યાર સુધીમાં કોઈ રસી પણ વિકસિત થઈ નથી.

માનવ શરીરમાં કેવી રીતે ચેપ ફેલાય છે?
* ચામાચીડિયા એ ખાધેલા ફળ ખાવાથી.
* એના આઇ વી ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક માં આવવાથી.
* ચેપગ્રસ્ત ચામાચીડિયાં અથવા ડુક્કર ના સીધા સંપર્કમાં         આવવાથી માણસોમાં ફેલાઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY