બાપ..રે…’મર્દ કો દર્દ નહીં હોતા’માં હીરોના શરીર પર લાખ્ખો મધમાખી

0
31

મુંબઈ,તા.૨
અભિનેતા અભિમન્યુ દાસાનીને હીરો તરીકે રજૂ કરતી ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતાના પોસ્ટરમાં હીરોના શરીર પર લાખ્ખો મધમાખી બણબણતી જોઇ શકાય છે. જો કે હીરો કશુંજ બન્યું ન હોય એમ આરામથી પાણી પી રહેલો દેખાતો હતો.
આ ફિલ્મમાં પટાખા ફેમ રાધિકા માદન હીરોઇન તરીકે ચમકી રહી છે. એક એવા યુવાનની વાત છે જેને કદી કોઇ પીડાનો અહેસાસ થતો નથી.
આ ફિલ્મને મીડનાઇટ મેડનેસ એવોર્ડ મલી ચૂક્યો છે. એના અંગ્રેજી ટાઇટલ ધ મેન વ્હૂ ફિલ્સ નો પેઇને સારી એવી ઉત્સુકતા જગાડી છે અને એની સ્ટોરીલાઇન જાણવાની કોશિશ પણ થઇ છે. જા કે મિડિયાને વધુ વિગતો મળી નહોતી. ફક્ત એટલું જાણવા મળ્યું હતું કે એક એવા યુવાનની કથા છે જેને કોઇ વિચિત્ર અને અકળ બીમારીના કારણે કદી કોઇ પીડાનો અહેસાસ થતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY