સરકારના સહયોગી ગોવા ફોરવર્ડ મંચે ખાણકામ વિશે કેન્દ્ર સરકારને ધમકી આપી
પણજી,તા.૧૩
ત્રણ રાજ્યોમાં બીજેપીની હાર સાથે સાથે દેશના નાના રાજ્ય ગોવામાં પણ હવે રાજકારણની હવા ફૂંકાવા લાગી છે. ગોવાના મનોહર પર્રિકર સરકાર માટે જાખમ ઊભું કરી શકે છે. સરકારના સૌથી મોટા સહયોગી ગોવા ફોરવર્ડ મંચના વિજય સર દેસાઈએ ધમકી આપી છે કે જા એક મહિનામાં ગોવામાં ખાણકામ વિશે કેન્દ્ર સરકારે નિર્ણય ન લીધો તો અમે કંઇક બીજા રસ્તે ચાલવા મજબૂર થઈશું. ૩ રાજ્યોમાં કારમી હાર બાદ ગોવા પણ હાથમાંથી ગયું તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. ભાજપ કોઇ પણ સંજાગોમાં ગોવામાં સત્તા બચાવવા મરણિયો પ્રયાસ કરશે.
સરદેસાઈના લીધે જ ગોવા સરકાર ટકેલી છે. ગોવામાં બીજેપી પાસે ૪૦માંથી ૧૪ ધારાસભ્યો છે. સરદેસાઇના ત્રણ અને અન્ય સ્વતંત્ર પક્ષો સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના ત્રણ એટલે એમ કરીને કુલ ૯ વિધાનસભ્યોને સમર્થન મળે છે. માટે હવે જા સરદેસાઇ સાથ છોડી દે તો સરકારનું પતન થઈ જાય અને પેલી બાજુ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતા વિશ્વજીત રાણેને સી.એમ. પદની તક આપી છે.
સી.એમ.પર્રિકર સતત બીમાર પડે છે અને હવે તો તે કોઈ રાજકીય કાર્યક્રમમાં અથવા ઓફિસ સુધી પણ જતા નથી. અદાલતમાં પણ આ અંગેની અરજી કરવામાં આવી છે જેમાં પર્રિકરનાં આરોગ્ય સંબંધિત માહિતી માંગી છે. ઉપરાંત બીજા ત્રણ મંત્રીઓ પણ ગંભીર હાલતમાં છે અને સારવાર માટે વિદેશ જતા રહે છે. એવામાં હવે પર્રિકર સરકાર નબળી પડી રહી છે.
માટે ચોખ્ખુ છે કે કાંગ્રેસ હવે મોકો મળવાની રાહમાં જ છે. અત્યાર સુધી કોંગ્રેસમાં વિશ્વજીત રાણેનો વિરોધ કરાતો હતો, પણ કહેવામાં આવે છે કે ભાજપને ઝટકો આપવા માટે કોંગ્રેસ પોતાને ઝુકાવીને આગળ વધી શકે છે. રાણેને પોતાના પિતાની પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીમાં જવાની પણ ઓફર આપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



