અસામાજીક તત્વોએ બાપૂની પ્રતિમાને ખંડિત કરતા સ્થાનિકો નારાજ

0
9

દીવમાં સાબરમતીનાં સંતનું હળહળતું અપમાન
દીવ,તા.૧૬
દેશને અંગ્રેજાની કેદમાંથી આઝાદ કરાવનાર સાબરમતીના સંત એવા મહાત્મા ગાંધીની પ્રતિમાને કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં ખંડિત કરવામાં આવી છે. અસામાજીક તત્વો દ્વારા દીવમાં ચક્રતીર્થ બીચ પર આવેલી બાપૂની પ્રતિમાને ખંડિત કરી હતી. જેમાં નાક તેમજ અન્ય ભાગને ખંડિત કર્યા હતા. બાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં દીવવાસીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે.
અસામાજીક તત્વો દ્વારા બાપૂની પ્રતિમાને ખંડિત કરવાનું દુઃસાહસ કરાતાં દીવવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે રહેલા લોકોએ ઘટનાની જાણ દીવ પોલીસને કરી હતી. લોકોની માંગ છે કે બાપૂની પ્રતિમા ખંડિત કરનાર આરોપીને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે.
દીવ ગુજરાતને અડીને આવેલું અને ભૌગોલિક રીતે ગુજરાત સાથે જાડાયેલું બેટ છે. તે સૌરાષ્ટÙના અમરેલીને અડીને આવેલું છે. દીવ ગુજરાતીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ છે. આમ તો આપણે ત્યાં લોકો દીવ જાય તેના બે જ કારણ હોય છે. દરિયો અને દારૂ. દૂવનો દરિયો આહલાદક છે. અહીં દીવનો કિલ્લો, નાઈડા કેવ્ઝ, નાગવા બીચ અને જાલંધર બીચ પ્રવાસીઓને ખેંચી લાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY