રાજપીપળા થી સવારે ઉપડતી ભરૂચ ની બસ માં મુસાફરો એ છત્રી નો સહારે મુસાફરી કરવી પડે છે…!!

નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ પડ્યા ને વિસ વર્ષ થવા છતાં રાજપીપળા ડેપોો હજુ ભરૂચ ડીવીજન માંજ આવતા અનેક મુશ્કેલી ,સ્વતંત્રતા ક્યારે મળશે…?

રાજપીપળા: નર્મદા જિલ્લા ના વડા રાજપીપળા એસ ટી ડેપો માં અનેક સમસ્યાઓ છે જેમાં ખુદ એસ ટી વિભાગ ની ઢીલી નીતિ જ જવાબદાર છે અને એનાજ કારણે ખાનગી વાહનો ચાલકો ને ઘી કેળા જોવા મળે છે હાલ રાજપીપળા એસ ટી ડેપોનું દોઢ કરોડ જેવી માતબર રકમે નવીનીકરણ કરાાયું છતાં ડેપો ની છત માંથી વરસાદી પાણી ટપકે છે ત્યારે ડેપો માં છત્રી લઈ બેસવું કદાચ યોગ્ય લાગે પણ આ ડેપોની અમુક બસો પણ એવી જોવા મળે છે કે એની છત લીકેજ થવાના કારણે ચાલુ બસે અંદર બેઠેલા મુસાફરો ને છત્રી નો સહારો લેવો પડે છે
રાજપીપળા થી રોજ સવારે ભરૂચ જતી પેહલી બસ જી જે 18 વાય 9389 માં મુસાફરી કરતા મુસાફરો ને જો વરસાદ પડતો હોય તો ચાલુ બસમાં છત્રી ખોલી મુસાફરી કરવી પડે છે ત્યારે શુક્રવારે સવારેજ ચાલુ વરસાદ માં આ બસ માં મુસાફરી કરતા કેટલાક મુસાફરો એ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એસ ટી વિભાગ આવી ભંગાર બસો આપી ભાડું ખર્ચ કરતા મુસાફરો સાથે છેતરપિંડી કરે છે…? કેમ નર્મદા જિલ્લા માં સારી કે નવી બસો ફાળવાતી નથી…?
પાંચ બસો આવી હોવાનું કબુલતા ડેપો મેનેજર
જોકે રાજપીપળા એસ ટી ડેપોના મેનેજર કે એ ડેરરયા એ જણાવ્યું કે મારી પાસે છત લીકેજ વાળી પાંચ બસો ના નંબર આવ્યા હતા એમાં થી અમુક રીપેર થઈ છે પરંતુ અમુક મટીરીયલ ના અભાવે બાકી હોઇ એ પણ થઈ જશે,નવી બસો માટે દરખાસ્ત મૂકી છે જેમાં હાલ રાજપીપળા થી બરોડા માટે ચાર મેટ્રોલિંક ની નવી બસ મુકાઈ છે અને એકાદ મહિના માં બીજી નવી બસો આવશે ત્યારે ઘણી રાહત થશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





