નસવાડી
નસવાડી તાલુકાના સાંકળ પીસાયતા ગામે નિશાળ ફળીયામાં રહેતા રામાભાઈ મીસયા ભાઈ ડું. ભીલ ઉમર વર્ષ 52 ના તેમનો પોતાનો સગો દીકરો રાયસિંગ જેની ઉંમર 25 વર્ષ ની આસપાસ કાઠિયાવાળ થી મજૂરી કરીપિતા પુત્ર અને પરિવારના તમામ સભ્યો 10 થી 12 દિવસ સાંકળ પીસાયતા ગામે આવેલા હતા ત્યારથી રાયસિંગ પોતાના પિતા પાસે દરરોજ અયાસી કરવા માટે 200/500 માંગી આડા અવળા ખર્ચા કરી નાખતો હોઈ દરરોજ ના મળી કુલ 10000 જેટલા રૂપિયા રાયસિંગ એ વાપરી નાખેલા અને તારીખ 25,04,2018 ના રાત્રીના 8 વાગે દરરોજની માફક પોતાના પિતા પાસે પૈસા માંગતા પિતાએ તેને જણાવેલ દરરોજના પૈસા ક્યાંથી આપું તું પણ મજુર કામે હતો તારી પાસેના બચતના પૈસા હોઈ તે વાપર તેમ કેહતા તેઓ એકદમ ગુસ્સે થઈ આવેશમાં આવી જઈ પોતાના પિતાને ચપ્પુ વડે છાતી ઉપર ઘા કરી મોત નીપજવ્યું.
આ બાબતે તેના નાના ભાઈ દિનેશભાઈ રામાભાઈ દુ.ભીલ પોતાના પિતા ને પોતાના ભાઈએ મારી નાખ્યા ની ફરિયાદ નસવડી પોલીસ સ્ટેશનમાં કરતા ભાગી ગયેલા આરોપી રાયસિંગ રામા ડું ભીલ ને નસવાડી પોલીસ પકડી લાવી જેલમાં ધકેલી દીધો. પૈસા માટે કળયુગી પુત્ર એ પિતાની હત્યા કરી.
પત્રકાર.નયનેશ તડવી
9099682087
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"