મગફળી કૌભાંડ : વધુ પાંચ આરોપીઓની ધરપકડ

0
8

રાજકોટ,તા.૭
જેતપુરના પેઢલા ગામ નજીકના જયશ્રી ઈન્ટરનેશનલ રો હાઉસ નામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં થયેલા મહાકૌભાંડમાં એક પછી એક ધડાકા થતા રહે છે. મગફળી મામલે પોલીસ અને સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે પણ વધુ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સથે મગફળી કૌભાંડ મામલે ગુજકોટના ૪ અધિકારી સહિત ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૨૨ આરોપીઓ પૈકી ૧૮ સભ્યો ધણેજ મંડળી સાથે જાડાયેલા જાણવા મળ્યું છે.
હાલ પોલીસે ધરપકડ કરાયેલ લોકોમાં માનસિંહ સહિત માનસિંગ લાખાણી, ધીરૂ જેઠવા, હમીર જેઠવાની, દેવદાન જેઠવા અને ગીગન ચૂડાસમાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જેતપુરની મગફળી કૌભાંડમાં ૨૭ લોકોની ઘરપકડ કરી છે.
આજે પણ વધુ ૫ આરોપીઓની ધરપકડ બાદ મગફળી કૌભાંડ મામલે જિલ્લા જીઁ બલરામ મીણાની પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને સંબોધીને કહ્યું હતું કે, આજે પણ વધુ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મગફળી કૌભાંડમાં માટી અને ઢેફાની મિલાવટ થઈ છે. પોલીસે ધરપકડ કરેલ ૫માંથી ૩ આરોપી મંડળીના સભ્ય હોવાનું કબલ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ અને એક સર્વેયર ઝડપાયા છે.
જીઁ બલરામ મીણાએ વધુમાં કહ્યું હતું કે, મગફળી કૌભાંડમાં ૭ ટીમ બનાવીને જુદી જુદી દીશામાં તપાસ કરાશે. આ સિવાય સોમવારે વાયરલ થયેલા વાયરલ ઓડિયો ક્લીપ અંગે પણ તપાસ હાથ ધરવા જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY