રાજકોટ,તા.૨૦
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય સભામાં જબરદસ્ત હોબાળો થયો હતો. પરંતુ બોર્ડ તોફાની બની હોય તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો કરી રહ્યાં હતાં. તેમજ પ્રેક્ષક ગેલેરી ખોલવા પ્રશ્ને હોબાળો થયો હતો. ત્રણ ત્રણ જનરલ બોર્ડમાં રાજકોટના ગાર્ડનમાં વૃક્ષોની જાળવણી અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે પરંતુ યોગ્ય જવાબ ન મળતા આ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પ્લાસ્ટિકનું વૃક્ષ લાવી કમિશનર અને મેયરને બતાવી અનોખો વિરોધ કર્યો હતો.
મહાનગરપાલિકાના ગત જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસી વિરોધ કરનાર કોંગ્રેસના કોર્પોરેટરો માટે આ બોર્ડ મહત્વનું બની ગયું હતું. કારણ કે જૂન માસમાં જે બોર્ડ યોજાયું તેમાં કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જા ૨૦ ઓક્ટોબરના બોર્ડમાં પણ તેઓ ગેરહાજર રહે તો તેમની સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થઇ શકે તેમ હતી. પરંતુ તેવું થયું નહોતું. કોંગ્રેસના અન્ય કોઇ કોર્પોરેટર ગેરલાયક ન થાય તે માટે વિપક્ષી નેતા અને દંડકે વ્હીપ જાહેર કરી કોર્પોરેટરોને સમયસર હાજર રહેવા આદેશ કર્યો હતો.
આજના આ હોબાળામાં કોંગ્રેસના સભ્ય ધર્મિષ્ઠાબા જાડેજા અને મહેશ રાજપૂતની અટકાયત કરાઇ છે. સભામાં ૭૪ પ્રશ્નોમાંથી માત્ર ૧-૨ પ્રશ્નો વિશે જ ચર્ચા થઈ હતી. જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન શરૂ થતાં જ સભા તોફાની બની હતી. કોંગી મહિલા કોર્પોરેટરે પ્લાસ્ટિકના ઝાડ આપી વિરોધ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






