નર્મદા જિલ્લા માં કસ્તુરબા પોષણ સહાય યોજના ની ગ્રાન્ટ અટવાતા ધક્કે ચડેલી મહિલાઓ માં રોષ

0
209

રાજપીપલા:
નર્મદા જિલ્લા માં છેલ્લા એક વર્ષ થી કસ્તુરબા પોષણ સહાય યોજના ના ધાંધીયા હોવાથી લાભાર્થીઓ ધક્કે ચડતા રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર નવી નવી યોજનાઓ અમલ માં મુક્યા બાદ તેની સરકાર ની સારી કામગીરીમાં નોંધ લેવાય છે પરંતુ આ યોજનાઓ પૈકી મોટા ભાગની યોજનાઓ માં ગ્રાન્ટ ની રામાયણ થતા લાભાર્થીઓ જે તે કચેરીઓ ના ધક્કા ખાઈ રહેલા જોવા મળતા હોય છે જેમાં છેલ્લા એક વર્ષ થી સરકારની કસ્તુરબા પોષણ સહાય યોજના માં ગર્ભવતી મહિલા ને સુવાવડ બાદ ત્રણ હપ્તે ૬૦૦૦ રૂપિયા ની સહાય તેના બેંક ખાતા માં જમા મળતી હોય પરંતુ હાલ એ યોજના માં નામ નોંધાવનારી કેટલીયે મહિલા ના બાળકો એક વર્ષ થી મોટા થઈ જવા છતાં ફક્ત ૨૦૦૦ હજાર રૂપિયા નો શરૂઆત નો લાભજ મળ્યો છે ત્યારે બાકીના ૪૦૦૦ ના બે હપ્તા ન મળતા લાભાર્થીઓ આંટા મારી રહ્યા છે જે સરકારી યોજના ના ધજાગરા ઉડાડે તેવી વાત છે ત્યારે સુવાવડી મહિલાઓ માટે ની આ યોજના માં પૈસા લેવા મહિલાઓ ધક્કે ચડે તે સરકારની ઢીલી નીતિ હોવાનું સાબિત થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY