પ્લાસ્ટિક થેલીઓ નો ઉપયોગ કરતા વેપારીઓ ને ત્યાં પાલિકાની ટીમોએ ચેકીંગ હાથ ધરી 25 કિલો થેલીઓ જપ્ત કરી કડક સૂચના આપી
રાજપીપળા:
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ના ભાગરૂપે બુધવારે રાજપીપળા ખાતે પાલિકાના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ સાથે ટિમો એ વેપારીઓને ત્યાં અચાનક ચેકીંગ કરી પ્લાસ્ટિક ની 25 કિલો થેલીઓ જપ્ત કરી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણ ને અટકાવવા અભિયાન હાથ ધર્યું હતું.


ચીફ ઓફિસર શાહએ આ બાબતે જણાવ્યું હતું કે, દરેક સ્થળેે વિપુલ પ્રમાણમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થતો આપણે જોઇએ છીએ, પ્લાસ્ટીકનો લાંબા સમય સુધી નાશ થતો નથી તેથી પ્રદુષણ ફેલાઇ છે અને પર્યાવરણને નુકશાન થાય છે. માટે હાલ એક સપ્તાહ સુધી ચાલનારી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે અમેં પાલિકાની ટિમો ને સૂચના આપી છે.જેમાં આજે પ્રથમ દિવસેજ પાલિકા દ્વારા વેપારીઓને ત્યાં પ્લાસ્ટિક થેલી હટાવ જુમ્બેશ શરૂ કરતા મોટો જથ્થો જપ્ત કરાયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






