ખડે પગે ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોની ચિતા કરી છાશનું વિતરણ કર્યું
રાજપીપલા: જાયન્ટસ ગ્રૂપ ઓફ રાજપીપલા તેમજ જાયન્ટસ ગ્રુપ ઓફ શ્રુજા સાહેલી દ્વારા રાજપીપલા ટ્રાફિક બ્રિગેડના ભાઈઓ તથા બહેનોને અસહ્ય ગરમીમાં ફરજ બજાવતા જોઈ એમની ચિંતા કરી માનવતા ના દર્શન કરાવતી કામગીરી કરી હતી અને ટ્રાફિક પોઈન્ટો પર ફરજ પર તેનાત જવાનો ને છાશ નું વિતરણ કરી ગરમી માં રાહત અપાવવા નો સફળ પ્રયાસ કર્યો
ko mo
આમતો પોલીસ ખાતાના દરેક જવાનો કે અધિકારીઓ હંમેશા દરેક વાર તહેવારે પોતાના પરિવારો થી દૂર રહી લોકો ની સુરક્ષા માટે બંદોબસ્ત માં તેનાત રહે છે ત્યારે એ તમામ ની કામગીરી બિરદાવવા લાયક છે પરંતુ હાલ પડી રહેલી આકરી ગરમી માં સતત ખડે પગે ઉભા રહી અકસ્માતો ન થાય અને ટ્રાફિક સમસ્યા નિવારવા સતત ફરજ બજાવતા ટ્રાફિક જવાનો પણ પોતાના સ્વાથ્ય ની ચિંતા ન કરી લોકો ને રક્ષણ આપવા તત્પર રહેતા હોય ત્યારે એમની ચિંતા કોણ કરશે એ સવાલ નો જવાબ આજે રાજપીપલા જાયન્ટ્સ ગ્રુપ ની ટિમો એ આપી દીધો અને સાચા અર્થમાં માનવતાના દર્શન કરી દેખાડ્યા જેમાં જાયન્ટ્સ ના મહેશભાઈ દલાલ, નમિતાબેન મકવાણા,તેજશભાઈ ગાંધી, જતીનભાઈ મઢીવાલા,દત્તાબેન ગાંધી સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.948975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"