રાજ્યમાં મેઘરાજા મહેરબાન ; ચોમાસું શરૂ થયાના ૪૦ દિનમાં જ ૪૦ ટકાથી પણ વધુ વરસાદ

0
8

અમદાવાદ,તા.૧૯
ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત દેખાઈ રહ્યા છે. ચોમાસું શરૂ થયાના ૪૦ દિવસમાં જ સમગ્ર ગુજરાતમાં કુલ ૪૦ ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં ૧૨૮ ટકા, જૂનાગઢમાં ૭૮ ટકા, નવસારીમાં ૭૯ ટકા અને વલસાડમાં ૭૫ ટકા નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ગાંધીનગર જિલ્લામાં ૪૮ ટકા, અમદાવાદમાં ૧૩ ટકા અને મહેસાણામાં ૧૨ ટકા નોંધાયો છે.
ગુજરાતમાં ૧૫ જૂનથી શરૂ થયેલું ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યુ છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંશિક વરસાદ પડ્યો છે. અત્યાર સુધીના વરસાદના આકડા જાવામાં આવે તો કચ્છમાં ૧૧.૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૮ ૯૫%, સૌરાષ્ટ્રમાં ૫૭% અને દક્ષિણ ગુજરાતમાં ૬૧% નોંધાયો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રનો વરસાદ જાવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ૧૬% ટકા, રાજકોટમાં ૩૭%, મોરબીમાં ૨૫ %, જામનગરમાં ૪૦ %, દ્વારકામાં ૩૭ %, પોરબંદરમાં ૪૭ ટકા, જૂનાગઢમાં ૭૮%, ગીર-સોમનાથમાં ૧૨૮, અમરેલીમાં ૬૫%, ભાવનગરમાં ૫૪%, અને બોટાદમાં ૪૫% વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં ૫૭%, નર્મદામાં ૨૯%, તાપીમાં ૪૯%, સુરતમાં ૫૬%, નવસારીમાં ૭૯%, વલસાડમાં ૭૫%, ડાંગમાં ૫૯% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણમાં માત્ર ૧૭%, બનાસકાંઠામાં ૧૪%, મહેસાણામાં ૧૨%, સાબરકાંઠામાં ૨૫%, અરવલ્લીમાં ૨૯% અને ગાંધીનગરમાં ૧૧% વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ૧૩%, ખેડા ૩૦% આણંદમાં ૫૨%, વડોદરામાં ૩૨%, છોટાઉદેપુરમાં ૩૦%, પંચમહાલમાં ૨૯%, મહિસાગરમાં ૨૩% અને દાહોદમાં ૨૭% વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ ૩૧ તાલુકામાં ૫૦૦થી ૧૦૦૦ મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ૨૧ તાલુકામાં એક હજારથી વધુ વરસાદ નોંધાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY