બ્રિટનમાં ભારતીય પરિવાર હેટ ક્રાઇમનો ભોગ બન્યો : સદનસીબે તમામ બચી ગયા

0
327

લંડન,તા.૨૦
ચાર સભ્યોના એક ભારતીય પરિવાર પર કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર કરાયેલા હુમલામાં સદનસીબે તેઓ બચી ગયા હતા. પોલીસે તેને હેટ ક્રાઇમ ગણાવ્યો હતો.
દક્ષિણ-પૂર્વ લંડનના બોર્કવુડ પાર્કના ઓપગટ્‌નમાં મયુર કાર્લેકર ઉર્ફે મેક કાર્લેકર, તેમના પત્ની અને બે બાળકો સાથે શનિવારની રાત્રે પોતાના ઘરમાં સુઇ રહ્યા હતા ત્યારે તેમના ઘર પર હુમલો કરી ઘરને આગ લગાડી દેવામાં આવી હતી. તેમના પાડોશીઓએ ફાયર બ્રિગેડને બોલાવી આગને બુઝાવી હતી.
‘મેટ્રોપોલીટન પોલીસે આ ઘટનાને હેટ ક્રાઇમ માનીને તેની તપાસ કરી રહી છે. ઘટનાને આગ લગાડવાના અને ગુનાઇત નુકસાની પહોંચાડવાના કેસ તરીકે ગણવામાં આવ્યો હતો.અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી’એમ મેટ્રો પોલીસે કહ્યું હતું.
ઘરની પાસેના સીસીટીવી ફુટેજમાં ચારથી પાંચ યુવાનો કાર્લેકરના ધરમાં આગ લગાડતા દેખાયા હતા.’અમે બધા સુઇ રહ્યા હતા, સદનસીબે પાડોશીઓએ અમને સમયસર જગાડી દીધા હતા.જા કે મોટાભાગનું નુકસાન હેજેસને થયું હતુ.મારા પુત્રનો બેડરૂમ બચી ગયો હતો. ઘટના સમયે તે ત્યાં જ સુતો હતો’એમ કાર્લેકરે કહ્યું હતું.
અમને આનંદ છે કે આગને સમયસર બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ અમારા વિસ્તારને, ઘરને અને સમાજને રિકવર કરી ના શકાય તેવું નુકસાન થયું હતું.અમે ક્યારે કોઇને પણ હાની પહોંચાડી નથી બલકે આખી જીંદગી લોકોને મદદ જ કરી હતી. હું પોતે પણ સ્પેશિયલ પોલીસ હતો અને વગર પગારે સેવા આપતો હતો.અમારી સાથે જે કંઇ થયું તે ખૂબ આઘાતજનક હતું’એમ કાર્લેકરે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY