નોટબંધી ભ્રષ્ટાચારનો નાશ કરનારું ઝેર હતું : નરેન્દ્ર મોદી

0
7

તેઓ ચાર દિવાલ ઊભી કરતાં, અમે ઘર બનાવ્યાં,મોદીનો સોનિયા ગાંધી પર પ્રહાર
ન્યુ દિલ્હી,તા.૨૦
ઝાબુઆમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ નોટબંધી પર કહ્યું કે, આ દેશને ભ્રષ્ટાચારે બર્બાદ કર્યો છે. દરેક કામ માટે લોકો પૈસા માંગતા રહેતા હતા, વગર પૈસે કોઇ કામ કરતું નહોતું, તો આ દેશને આ બિમારીથી બહાર નીકળવું જાઇએ. ઉધઇ લાગે ત્યારે ઝેરી દવા નાખવી પડે છે, હિન્દુસ્તાનમાં કોંગ્રેસના કાલખંડમાં એવો ભ્રષ્ટાચાર વધી ગયો કે નોટબંધી જેવી કડક દવાઓનો ઉપયોગ કરવો પડ્યો.
આજે મોદીની તાકાત જાઇને પાઇ-પાઇ બેંકોમાં જમા કરાવવા મજબૂર બન્યા છે. આજે દેશમાં જે ઘર, સ્કૂલ, હોસ્પિટલ બની રહ્યા છે, તે તમામ પૈસા પહેલા લોકો તકીયા નીચે છૂપાવીને રાખતા હતા અને જ્યારે બહાર નિકળ્યા ત્યારે વિકાસના કામમાં આવી રહ્યા છે. તેનાથી કોંગ્રેસને મુશ્કેલી પડી રહી છે. તે ચાર દિવાલો ઉભી કરતા રહ્યા અને અમે ઘર બનાવતા રહ્યા. અમે મોટી સંખ્યામાં બેઘર લોકોને રહેવા માટે ઘરો આપ્યા. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અમારી વિરુદ્ધ નએટલા માટે છે કારણ કે અમે ૫૦ વર્ષથી લૂંટવાની આદત પડી ગઇ હતી, એટલા માટે તે પરેશાન છે.
તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ છે કે દેશમાં એક પણ ગરીબ એવો ન હોવો જાઇએ કે તેની પાસે પોતાનું પાકું ઘર ના હોય. અમે એવા ઘરો બનાવીને આપી રહ્યા છે જે ઘરમાં નળ પણ હશે, નળમાં પાણી પણ હશે, ઘરમાં વિજળી પણ હશે, શૌચાલય પણ હશે અને ઘરમાં જમવાનું બનાવવા માટે ગેસ કનેક્શન પણ હશે. અગાઉ સોમવારે ઈન્દિરા ગાંધીની જયંતી અવસરે આયોજિત કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું હતું કે, અમુક લોકો કામ કરે છે અને અમુક લોકો શ્રેય લે છે. સોનિયાએ પૂર્વ વડાપ્રધાન ડા. મનમોહન સિંહની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે ક્યારેય પોતાનો પ્રચાર નથી કર્યો. તેમણે ક્યારેય કોઇ કામનો શ્રેય લીધો..
આયુષ્યમાન ભારતની વાત કરતા તેમણે કહ્યું કે, અમે આયુષ્યમાન યોજના બનાવી, ગરીબ જે બીમાર છે, ડોક્ટરની પાસે જશે, તેમનો મોટો ખર્ચ થશે. કિડની ખરાબ છે, હ્રદયની બિમારી છે તેની સારવાર કરાવવામાં લાખો રૂપિયા ખર્ચ થઇ જશે. અમે ગરીબો માટે આયુષ્યમાન ભારત લઇને આવ્યા છીએ. હવે ગરીબો સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. ગરીબોની સારવાર અને ઓપરેશનનો ખર્ચો સરકાર આપશે.
મોદીએ વધુમાં કહ્યું કે, અમારો મંત્ર છે બાલક-બાલિકાઓ માટે અભ્યાસ, યુવાઓ માટે રોજગારી, ખેડૂતો માટે સિંચાઇ અને બુઝૂર્ગો માટે દવાઈપ મુદ્રા યોજના અંતર્ગત આપણા દેશના યુવાનોને પોતાના પગભર રહેવાની તાકાત આપીલ છે. એક નવો આત્મવિશ્વાસ આપ્યો છે. કોંગ્રેસ સરકારે ૫૦ વર્ષમાં કંઇ કર્યું નથી. તે કાર્ય શિવરાજ સિંહજીની સરકારે ૧૫ વર્ષમાં કરી બતાવીયું. એક જમાનો હતો જ્યારે વિકાસનો મતલબ હતો માટી નાખો અને તેને રસ્તો સમજા, આજે તે જમાનાને અમે બદલી નાખ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY