યુવક છોકરીને ગાડી પર બેસાડી અવાવરુ જગાએ લઈ ગયો હતો
સુરત, તા.૨૯
અમરોલીમાં કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી ઉપર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ બેથી ત્રણ વખત શરીર-સંબંધ બાંધી નાસી જનાર યુવક સામે અમરોલી પોલીસ સ્ટેશને પોકસો એકટ અન્વયે ફરિયાદ નોંધાઈ હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રણજીત ઉર્ફે અંશુ કુમાર જિતેન્દ્ર ઉર્ફે સિકંદર સિંગ ગુર્જર અમરોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષિય કિશોરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બળજબરીથી મોપેડ ગાડી ઉપર બેસાડીને સુરતથી બહાર લઈ જઈ બેથી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે પીડિતા કિશોરીના પિતાએ અમરોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



