પરીક્ષાની તૈયારી માટે સુપાચ્ય ખોરાક, પૂરતી ઊંઘ અને પ્રફુલ્લિત મન જરૂરી
સુરત, તા.૧
Rose Bud’s School”માં ગુજરાતી,હિન્દી અને મરાઠી માધ્યમના ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તા તરીકે જાવેદ સર અને બાળ કેળવણીકાર રાજેશભાઈ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા. જાવેદ સરે વિદ્યાર્થીઓને પોઝિટિવ થિંકિંગનું મહ¥વ દર્શાવ્યું હતું.
આ સેમિનારમાં શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “બોર્ડની પરીક્ષાની ખૂબ દિલ દઈને મહેનત કરવાની જરૂર છે,પરંતુ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બોર્ડની પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી,સમગ્ર જીવન જ એક પરીક્ષા છે.સમગ્ર જીવન દરમિયાન આવતી તમામ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. પરીક્ષા સમયે વધારે ઉજાગરા કરવાથી લાભ થવાને બદલે નુકસાન થવાની શક્યતા વધારે રહેલી છે. પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવવા ઓછામાં ઓછી ૬ કલાકની ઊંઘ જરૂરી છે, પૂરતી ઊંઘ લેવાથી વાંચેલું વધારે યાદ કરે છે. પરીક્ષા નજીક છે ત્યારે સુપાચ્ય ખોરાક અને પ્રફુલ્લિત મન ખૂબ જરૂરી છે. ખોટી ચિંતા કરવી નહીં, તેમજ નચિંત થઈને સમયનો દુરુપયોગ પણ કરવો નહીં. પુરુષાર્થ આપણા હાથમાં છે. આયોજનપૂર્વક વાંચન કરવું,પરિણામ પ્રભુ ભરોસે છોડવું. ભવિષ્યમાં જે પરિણામ આવે તેનો સહર્ષ સ્વીકાર કરવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




