સંજય દત્ત સાથે ફિલ્મ મળતા કૃતિ સનુન ખુબ ખુશ ઃ રિપોર્ટ

0
115

મુંબઇ,તા. ૨૩
હિરોપંતિ, દિલવાલે, રાબ્તા અને બરેલી કી બરફી જેવી ફિલ્મ કર્યા બાદ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી કૃતિ સનુન પાસે નવી કેટલીક ફિલ્મો આવી ગઇ છે. તેની પાસે હવે સંજય દત્તની સાથે એક ફિલ્મ આવી ગઇ છે. તેનુ કહેવુ છે કે ઐતિહાસિક પટકથા પર આધારિત ડ્રામા ફિલ્મ પાનિપતમાં સંજય દત્તની સાથે રોલ મળ્યા બાદ તે ભારે ખુશ છે. કૃતિનુ કહેવુ છે કે સંજય દત્ત સાથે કામ કરીને તે ભારે ખુશી અને ગર્વ અનુભવ કરી રહી છે. તેમની પાસેથી ઘણુ શિખવા મળનાર છે. ફિલ્મમાં અર્જુન કપુરની સાથે તે નજર પડનાર છે. સંજય દત્તની હાજરીથી કૃતિ નર્વસ દેખાઇ રહી છે. તેનુ કહેવુ છે કે સંજય દત્ત મહાન સ્ટાર પૈકી એક છે. આશુતોષ ગૌવારીકર દ્વારા બનાવવામાં આવી રહેલી ઐતિહાસિક ફિલ્મ પાનિપત ફિલ્મ પાનિપતની લડાઇનો ઇતિહાસ રજૂ કરશે. ૨૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે ગૌવારીકર સાથે કામ કરીને તે ભારે ખુશ છે. ગૌવારીકર લગાન, જાધા અકબર જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુક્યા છે. હાઉસફુલ -૩ ફિલ્મમાં પણ તે કામ કરવા જઇ રહી છે. ઇન્ટરનેશનલ ઇÂન્ડયન ફિલ્મ એકેડમી એવોર્ડ માટેની તૈયારીમાં પણ તે લાગેલી છે. એવોર્ડ કાર્યક્રમમાં તે જારદાર પરફોર્મ કરવા માટેની તૈયારી કરી રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે કૃતિ બોલિવુડમાં આશાસ્પદ ભાવિ ધરાવે છે. ટાઇગર સાથે હિરોપંતિ ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કર્યા બાદ તેની પાસે સતત સારી ફિલ્મ આવી છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ નજરે પડી હતી. આ બન્ને ફિલ્મો સુપર હિટ સાબિત થઇ હતી. થોડાક સમય પહેલા રજૂ કરવામાં આવેલી તેની ફિલ્મ બરેલી કી બરફી સુપર હિટ રહી હતી. તેના ગીતો લોકોને પસંદ પડ્યા હતા. આ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા કરવામાં આવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY