સાસુનું અમાનવીય કૃત્ય, વહુને માર મારતો વિડીયો વાયરલ થયો

0
135

અમદાવાદ,તા.૨૭
અમદાવાદમાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા બીજી મહિલાને માર મારે છે. વધતી બોલાચાલી બાદ મહિલા બીજી મહિલાનો હાથ પકડીને ઘરની બહાર કાઢે છે. જાણવા મળી રહ્યુ છે કે આ વીડિયોમાં સાસુ વહુને મિલકત મામલે માર મારી રહી છે. પીડિત મહિલાનો આરોપ છે કે તેની સાસુએ તેને બે દિકરા સાથે ઘરની બહાર કાઢી મુકી છે. અને હવે તેણીએ તેના મોસાળમાં આશરો મેળવ્યો છે. પીડિતાનો અન્ય એક આરોપ લગાવતા કÌšં કે આશરે ૧૨ વર્ષ પહેલા તેના પતિ ગુમ થયા હતા. પરંતુ પરિવારે ગુમ થવા મામલે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવી નથી.
ઉલ્લેખનીય છે કે, વહુ ઉપર અત્યાચારની એક ઘટના અમદાવાદમાં આશરે મહિના પહેલા બની હતી. જેમાં પતિ અને સાસુ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો. જેમાં નાના બાળક સામે જ સાસુ અને પતિ મહિલા ઉપર ગડદા પાટુંનો માર મારવા લાગ્યા હતા.
અમાનવીય અત્યાચારની ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ જાય છે. જેમાં દેખાઇ છે કે બાળક તેડીને ઉભેલી પરીણિતા ઉપર તેનો પતિ લાફા અને ગડદાપાટું વરસાવી રહ્યો છે. મહિલાને વાળ પકડીને ઢસડી રહ્યો છે. ત્યારબાદ પતિ તેના ઉપર બેશી જાય છે. આટલું ઓછું હોય તેમ બાજુમાં ઉભેલી સાસુ પણ મહિલાને મારવા લાગે છે. જ્યારે માસૂમ બાળક રડતો દેખાય છે. તે પોતાના પિતાને અટકાતો દેખાય છે. આ દ્રશ્યો જાઇને ભલભલા માણસને કંપારી વછૂટી જાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY