અગાઉ વારંવાર ગ્રાહકો પાસે આધાર કાર્ડ સહીત ના દસ્તાવેજો રેસનની દુકાાનદારો એ ઉઘરાવ્યા બાદ હવે ગ્રાહકોના બેંક ખાાતા નંબરોની જવાબદારી પણ રેસનના દુકાનદારોને માથે સોંપતા નારાજગી
જેે ગ્રાહકો પાસે ગેસ કનેકશન છેે અને રેસન પર અનાજ મેેળવે છેે એવા ગ્રાહકો ના બેંક ખાતા નંબર જે તે ગેસ એજન્સી પાસે કેમ મંગતા નથી…?!
રાજપીપલા: ગુજરાત સહીત નર્મદા જિલ્લામાં છાસવારે સરકાર દ્વા્વારા નવા નવા કાયદા ઉભા કરી પુરવઠા દુકાનદારો પાસે તેમના ગ્રાહકોના દસ્તાવેજો મંગાવતા હોવાથી અમુુક દુકાાનદારોમાં રોસ જોવા મળી રહ્યોયો છે,અગાઉ આધાર કાર્ડ્ડ સહિતના દસ્તેવેજોની વારંવાર માંગ કરાયા બાદ હવે ગ્રાહકોના બેંક એકાઉન્ટ નંબરો ભેગા કરવા તંત્ર દ્વાારા દુકાનદારો ને સૂચના અપાતા દુકાનદારો અકળાઈ ઉઠ્યા છે સરકાર કાળાબજાર અટકાવવા અવનવા પેતરા અપનાવે છે પરંતુ કાળાબજારનું આ દુસણ સો ટકા નાબૂદ થાય એમ જણાતું નથી ત્યાારે અમુક ભ્રષ્ટ અધિકારીઓ જ્યાંં સુધી સુધરે નહિ ત્યાંાં સુધી કાળાબજાર નો વેપલો સદંતર બંધ નહિ થાય એવી ચર્ચા સંભળાઈ રહી છે ત્યારે વારંવાર સરકાર દ્વારા આવતા નવા કાયદાઓ બાબતે ફક્ત્ત પુરવઠા દુકાનદારોનો કેમ ભોગ લેવાય રહ્યો છે….? શું બેંક ખાતા નંબર જે તે ગેસ એજન્સી પાસે પુરવઠા ના સત્તાધીશો નથીી માંગી શકતા…? કેમ ફક્ત પુરવઠા દુુકાનદારોો પરજ અધિિકારીઓ દબાણ કરી રોફ જમાવે છે…?
જોકે ઓફ ધ રેકોર્ડ વાત કરતા પુરવઠા ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર કાળાબજાર અટકાવવા નવા નવા કાયદા લાગુ કરે છે અને અમારે ઉપરી અધિકારી નો હુકમ હોય જે તે દુકાનદારો પાસે માંગ કરવી પડે છે ,ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે ઘણા લાંબા સમય થી ઓનલાઇન સિસ્ટમ પણ કાળાબજાર અટકાવવા માટેજ લાગુ કરાઈ હતી તો શું હજુ ક્યાંક ને ક્યાંક કાળાબજાર નો વેપલો ચાલુજ છે…? કેમ ફરી નવા કાયદાઓ અમલમાં મુકાઈ રહ્યા છે…? શું હજુ સુધી નર્મદા જિલ્લા પુરવઠા ની દુકાનો માં કાળાબજાર ચાલુજ હશે…? અમુક દુકાનદારો ની ગેરરીતિ ઝડપાય ત્યારે અધિકારીઓ કેમ ભીનું સંકેલવા પ્રયાસ કરે છે…?
થોડા સમય પહેલાજ જેતપુર ની દુકાન માં લાખોની ગેરરીતિ સામે આવી હતી જેમાં તપાસ બાદ રિપોર્ટ કરનાર અધિકારીએ સંચાલક સાથે અન્ય બે દુકાનદારો ની મીલીભગત નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો છતાં એ બંને નો વાળ વાંકો નથી થયો એ શું સૂચવે છે…? વ્હલા દવલાં ની રમત રમતા અમુક અધિકારીઓ કેમ ચોક્કસ વ્યક્તિઓનેજ ધમકી આપી દબાણ કરે છે…? જેવા અનેક સવાલો લાંબા સમય થી ચર્ચા માં છે ત્યારે જિલ્લા કલેક્ટર શું આ બાબતે અજાણ હશે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





