વિધવાની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરાતા ખળભળાટ

0
12

અમરેલી,તા.૬
લાઠીમા એક વિધવા મંજુબેન મનસુખભાઇ ઉંદરગઢીયા મજૂરીકામે ઘરેથી નીકળ્યા બાદ ભુરખીયા રોડ પર સીમમાંથી તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
રહસ્યમય સંજાગોમા કોઇએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મંજુબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સ્થાનિક પોલીસના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ મહિલા સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી હું મજૂરી કામે જાઉં છું તેમ કહી નીકળી હતી. જા કે આ મહિલા રાત્રે પરત ફરી ન હતી અને મંગળવારે તેના પરિવારના લોકો મહિલાની ભાળ મેળવવા માટે નીકળ્યા હતા. દરમિયાન લાઠીથી ભુરખીયા રોડ પર એકાદ કિમી દૂર કોઇ મહિલાની લાશ પડી હોવાની જાણ થતા પરિવાર ત્યાં દોડી ગયો હતો. અહીં મંજુબેનને કોઇ અજાણ્યા શખ્સે માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા અને બોથડ પદાર્થના ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલાના ઘાવમાંથી લોહી વહેતું હતું. મૃતક મહિલાની લાશને પીએમ માટે લાઠી હોસ્પિટલે ખસેડાઇ હતી. મંજુબેનના દિયર હકાભાઇ બચુભાઇ ઉંદરગઢીયાએ આ બારામાં અજાણ્યા શખ્સો સામે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હત્યા કોણે કરી? શા માટે કરી ? તેની કોઇ કડી પોલીસને મળી ન હતી. સ્થાનિક પોલીસે આ ઘટનાનુ રહસ્ય ઉકેલવા જુદી જુદી થીયરી પર તપાસ શરૂ કરી છે.
જેમની હત્યા થઇ તે મંજુબેનના પતિ મનસુખભાઇનું દસ વર્ષ પહેલા બિમારીથી મોત થયું હતું. તેમને સંતાનમાં ત્રણ દિકરા અને બે દીકરીઓ છે. હવે મંજુબેનનું પણ અવસાન થતા પાંચેય સંતાનો નોંધારા બન્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY