સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર

0
7

શોપિયા,તા.૩
દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. તમામ આતંકી ત્રણ માળની એક બિલ્ડિંગમાં છુપાયા હતા. જ્યાંથી તેઓ સતત સુરક્ષા દળો પર ફાયરિંગ કરી રહ્યા હતા. અથડામણ હજુ ચાલુ છે. સુરક્ષા દળોને ખુપિયા જાણકારી મળી હતી કે આ ગામમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. ઈનપુટ મુજબ એક આતંકી હજુ છુપાયો છે કે જેને ટ્રેક કરી શકાયો નથી.
ગુરુવારે મોડી રાતથી જ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું. જે જગ્યાએ આતંકીઓ છુપાયા હતા. ત્યાં સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું. આતંકવાદીઓએ પણ જવાબી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલા સુરક્ષા દળોને આતંકવાદીઓની સંખ્યા અંગે જાણકારી ન હતી.
આ પહેલા ૨૫ એપ્રિલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહારા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકી ઠાર મરાયા હતા. સેનાની ત્રણ આરઆર અને એસઓજીની સંયુક્ત ટીમે બગંદર મહોલ્લામાં તલાશી અભિયાન શરૂ કર્યું હતું. ટીમને આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા.
આ દરમિયાન જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ જગ્યાની શોધખોળ કરી ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર ચલાવવાની શરૂ કરી હતી. આ એન્કાઉન્ટરમાં બીજબેહારાના સકદર અમીન અનંતનાગના બુરહાનને મોતને ઘાટ ઉતારાયો હતો. બંને હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY