વડોદરા,તા.૩
વડોદરા શહેર નજીક આવેલા નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઇમાં નિષ્કાળજી દાખવનારા બે ઇજારદારને મ્યુનિસિપલ કમિશનરે કારણ દર્શક નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ ઉપરાંત નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર મનસુખ બગડાને સસ્પેન્ડ કર્યાં છે અને તેમની જગ્યાએ શાલિન મહેતાની નિમણૂંક કરાઇ છે. નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ નિષ્કાળજી દાખલનાર એડિશનલ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની બદલી કરી દેવાઇ છે. પાણી પુરવઠા વિભાગનો ચાર્જ વી.એમ.પટેલને સોંપાયો છે અને કાર્યપાલક ઇજનેર તરીકે મુકુંદ પટેલની નિમણૂંક કરાઇ છે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનરે નિમેટા ખાતે ૨૦૦૯માં ત્રણ નંબરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવનાર રાજકમલ બિલ્ડર અને સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર પૂજા કન્સક્ટ્રશનને કારણ દર્શક નોટિસ આપી છે. અને ૮મી મે પહેલાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, નિમેટા સ્થિત ૩ નંબરનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની સફાઇ સમયસર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિયમીત સફાઇ કરવામાં આવી ન હતી. જેથી પાણી દુષિત અને પીળાશ પડતુ આવતુ હતું. જેથી પ્લાન્ટને સાફ કર્યો ત્યારે ખુબ જ પ્રમાણમાં કચરો અને ગંદગી નીકળી હતી. જેથી મ્યુનિસિપલ કમિશનરે આજે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં ભર્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



