શ્રીનગર,તા.૧૪
જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે જેને લઇને તંત્ર દ્વારા પોસ્ટપેડ મોબાઇલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજે મોબાઇલ સેવાનો પ્રારંભ થયો છે. ઓગસ્ટથી લગાવામાં આવેલ મોબાઇલ સેવા પરનો પ્રતિબંધ હટાવી સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવ્યાં બાદ અંદાજે ૭૦ દિવસથી સેવા બંધ હોવાથી જનજીવન પર તેની અસર જોવા મળતી હતી.
જમ્મૂ-કાશ્મીરમાં અંદાજે ૭૦ દિવસ બાદ આજથી મોબાઇલ ફોનની રીંગ વાગવાની શરૂ થઇ ગઇ છે. જેમાં અંદાજે ૪૦ લાખ જેટલા મોબાઇલ ફોન એક્ટિવ થઇ ગયા છે. આ બધા ફોન પોસ્ટપેડ સેવાવાળા છે. રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ પોસ્ટપેડ સેવા પરનો પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઓગસ્ટ મહિનાથી મોબાઇલ સેવા પર લગાવામાં આવેલો પ્રતિબંધ સોમવારથી હટાવી દેવા અંગેની જાહેરાત મુખ્ય સચિવ રોહિત કંસલે કરી હતી. મુખ્ય સચિવે કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા જેવા પ્રતિબંધિત સંગઠન ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેને લઇને ઘાટીમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રતિબંધ લગવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


