રાફેલ વિવાદઃ ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર હનનની નોટિસ

0
6

ન્યુ દિલ્હી,તા.૧૭
ભાજપે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ આપી છે. ભાજપનો અરોપ છે કે રાહુલ ગાંધી રાફેલના મુદ્દે દેશને ખોટું બોલ્યા. લોકસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ ભાજપના નેતા અનુરાગ ઠાકુર લઈને આવ્યા છે. રાહુલ ગાંધી છેલ્લા થોડાક સમયથી ભાજપ પર રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. જાકે, થોડાક દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી છે.
રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપ કોંગ્રેસ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ ક્રમમાં સોમવારે દેશભરમાં ભાજપના દિગ્ગજ મંત્રી, મુખ્યમંત્રી અને નેતા પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને રાફેલ ડીલની સાચી હકિકત જણાવી રહ્યા છે.
દેશમાં વિધાનસભા, વિધાનપરિષદ અને સંસદના સભ્યોની પાસે કેટલાક વિશેષ અધિકાર હોય છે, જેથી તેઓ પ્રભાવી રીતે પોતાના કર્તવ્યોને પૂરા કરી શકે. જ્યારે ગૃહમાં આ વિશેષાધિકારોનું હનન થાય છે કે આ અધિકારીઓની વિરુદ્ધ કોઈ કાર્ય કરવામાં આવે છે તો તેને વિશેષાધિકાર હનન કહે છે. તેની સ્પીકરને કરવામાં આવેલી લેખિત ફરિયાદને વિશેષાધિકાર હનન નોટિસ કહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY