સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું, ૧૬ આરોપીની ધરપકડ

0
10

વડોદરા,
તમે ઘરે રસોઈ બનાવવા માટે ગેસની પાઈપ લાઈન નહિ પરતું ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરો છો. તો ગેસ સિલિન્ડરની ડિલિવરી બાદ તેનું વજન કરાવાનું ભુલતા નહિ. તાજેતરમાં જ શહેરમાં ગેસના સિલિન્ડરમાંથી મોટા પાયે ગેસની ચોરી કરવાનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
વડોદરા એસ.ઓ.જીએ આવશ્યક ચીજવસ્તુની વિતરણ વ્યવસ્થાને ખોરવતો એક કેસ શોધી કાઢયો છે. અને દરોડા પાડી ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ગ્રાહકોને ઓછો ગેસ આપવાનું કૌભાંડ પકડયું છે. પોલીસે આ કૌભાંડના ૧૬ જેટલા આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ૩૩,૯૨,૦૪૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ દ્વારા ગેસના ભરેલા બોટલોમાથી ખાલી બોટલોમાં ગેસ રીફીલીંગ કરી ગેસની ચોરી કરવામાં આવતી હતી. એસ.ઓ.જીએ વજન કરતા બોટલ દિઠ ૧ કિલો થી ૫ કિલો સુધીની ઘટ મળી આવી હતી. આ એલ.પી.જી ગેસની ચોરી કરી ભરેલી બોટલો રાધિકા ગેસ સર્વિસના માણસો ગ્રાહકોને વેચી અને બ્લેક માર્કેટિંગ કરતા હતા. અને બાદમાં તેમાંથી મળેલા નાણાં સરખે ભાગે વહેંચી લેતા હતા. આ ઘટવાળા ગેસના બોટલોને એજન્સીના માણસો હેંગીંગ બેલેન્સ ઉપર પર યુક્તિ અજમાવીને
વજન કરી પુરતો પુરવઠો છે તેવો વિશ્વાસ આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા. જાકે આ બાબતનો ઘટસ્ફોટ રેડ દરમિયાન થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY