સરદાર પટેલની કર્મભૂમી બારડોલીથી રૂપાણીના હસ્તે એક્તા યાત્રાનો પ્રારંભ કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે : રૂપાણી

0
4

કોંગ્રેસ ખેડૂતોના નામે ભ્રામક પ્રચાર કરે છે,કોંગ્રેસે કોઈ દિવસ ટેકાના ભાવથી એક દાળો પણ ખરીદ્યો નથી,ગુજરાતના ૧૦ હજાર ગામડાઓમાં ફરશે એક્તા યાત્રા
સુરત,તા.૧૯
રાષ્ટ્રની એક્તા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલને આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સરદાર પટેલના જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી જન-જન સુધી પહોંચે તેવા આશયથી સરદાર પટેલની કર્મભૂમી બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એક્તા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જા સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટ પણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી ૩૧ ઓકોટબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં ૧૦ હજાર ગામડાઓમાં ફરશે. અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.
એક્તા યાત્રાના પ્રારંભ બાદ મુખ્યમંત્રીના હસ્તે સૂર્યશકિત કિસાન યોજનાના ૧૧ કેવી ખલી, નાનીફળી અને ખાનપુર એમ ત્રણ ફિડરોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે ભ્રામક પ્રચાર કરે છે. કોંગ્રેસ કોઈ દિવસ ટેકાના ભાવથી એક દાળો પણ ખરીદ્યો છે કે વાતો કરો છો ખેડૂતોની. ભાજર સરકાર બે વર્ષથી ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. અને આગામી માર્ચ મહિનામાં પહેલી વખત પીએમ મોદીએ શેરડીને પણ ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય પ્રથમ વખત કર્યો છે. કોંગ્રેસની સરકારમાં અન્યાય કરવામાં આવ્યો હતો. આંબેડકર અને સરદાર પટેલ સાથ કોંગ્રેસની સરકારમાં અન્યાય કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના મહાનુભાવો ન્યાય આપી તેમના અંગે લોકોને માહિતગાર કર્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વડાપ્રધાન મોદીની સરદાર પટેલને શ્રધ્ધાંજલી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY