સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ.. ફિલ્મ પ્રદર્શિત કરાશે,૭૦ કરોડની ફાળવણી

0
23

અમદાવાદ,તા.૨૦
આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ૭૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે.
હાલ દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ ઉપર પણ ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ જ રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ ફિલ્મ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલિફા બિલ્ડીંગ પર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રકારે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ વિવિધ ફિલ્મ્સ પ્રદર્શિત કરવામાં આવશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યૂ પોઇન્ટ ૧ કેવડિયા કોલોની સુધીના લગભગ ૭ થી ૮ કિ.મી. વિસ્તારને વિવિધ પ્રકારની લાઇટ અને રોશનીથી સજાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
સ્ટેચ્યૂની ફરતે ૩ અલગ અલગ મોટા ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. જેમાં એક પોલ પર ૨૪ વ્હાઇટ ફ્રેઝર જયારે સામેના પોલ પર ૫૦ થી વધુ લાઈટ લગાડવામા આવશે. એક લાઈટ ૧૦૦૦ વોટની હશે. લાઇટિંગનું કામ કરવા માટે દુબઇની ખાનગી કંપનીને ૧.૨૩ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે ખાસ પ્રકારની લાઈટ્‌સ લગાવે છે. માત્ર એટલું જ નહીં, રાત્રે પ્રવાસીઓ સ્ટેચ્યૂને મન ભરીને માણી શકે તે માટે ૧૮૨ મીટર સુધી લાઇટિંગ દેખાય એવી લેસર લાઈટ નાખવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY