મુંબઈ,તા.૧૨
બોલિવૂડના પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક સુભાષ ઘાઇએ પોતાને સોફ્ટ ડ્રીન્કમાં ડ્રગ આપીને પોતાના પર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ એક મહિલાએ કર્યો હતો. કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર આવો આક્ષેપ કરનારી લેખિકા મહિમા કુકરેજાએ સોશ્યલ મિડિયા પર આ મહિલા વતી લખ્યું હતું કે સુભાષ ઘાઇ પણ દૂધે ધોયેલા નથી.
પોતાને મળેલી માહિતી રજૂ કરતાં મહિમાએ લખ્યું, આ મહિલા સુભાષ ઘાઇ સાથે વરસો પહેલાં કામ કરતી હતી. સુભાષ એની તરફ આકર્ષાયા હતા અને એક દિવસ એને ઘેર મૂકવા જતાં માર્ગમાં પેલી મહિલાને ડ્રગ ભેળવેલું પીણું આપ્યું હતું.
એ પીણું પીતાં પેલી મહિલાએ ભાન ગુમાવ્યું હતું. ત્યારબાદ સુભાષ એ મહિલાને એક હાટલમાં લઇ ગયા હતા અને ત્યાં એના પર રેપ કર્યો હતો.
આ મહિલાએ એવો દાવો કર્યો હતો કે હું મુંબઇમાં બહારથી આવી હતી અને મેં એવું સાંભળ્યું હતું કે ગાડફાધર વિના બોલિવૂડમાં આગળ વધવાની શક્્યતા નહીંવત્ છે એટલે મેં સુભાષ ઘાઇ પર ભરોસો મૂક્્યો હતો. એણે મારા ભરોસાનો ગેરલાભ લીધો હતો.
શરૃમાં એ મને ગીતોના રેકો‹ડગમાં લઇ જતા અને મોડી રાત સુધી મને રોકી રાખતા. ત્યારબાદ કાં તો હું રિક્શા કરીને ઘેર જતી અથવા સુભાષ ઘાઇ મને મૂકી જતા.
ધીરે ધીરે એ મારી જાંઘ પર હાથ મૂકતા થયા અને ત્યારબાદ મને ભેટતા થયા કે તું તો બહુ સરસ કામ કરે છે. ધીરે ધીરે એ વધુ ને વધુ છૂટ લેતા થયા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



