કતારગામ સીતાનગર ચોકડી પાસે અદાવતમાં ચપ્પુથી હુમલો

0
24

પતિ પર હુમલો કરતા પત્નીની પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૧
કતારગામ સીતારામ ચોક ખાતે જુની અદાવતમાં એક ગૃહિણીના પતિ પર ચાકુ વડે હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં કતારગામ સીતારામ ચોક ખાતે સવિતાબેન સાખા રહે છે. ગત તા.૮મી માર્ચના રોજ પરિવારના જુના ઝઘડાની અદાવત રાખી હાતુભાઈ સાખરે સવિતાબેનના પતિ ભરતભાઈ સાખર પર ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY