મોરબી,તા.૧૧
જીલ્લામાં ફરજ બજાવતા ૧૦ પોલીસ કર્મચારીની બદલી કરવામા આવી છે. જયારે ત્રણ પોલીસ કર્મચારીના બદલી હુકમને રદ કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસવડાએ આપેલા બદલીના આદેશમાં રમેશભાઈ માલાભાઈ રબારીની સીટી એ ડીવીઝન, સમરથસિંહ જામભા ઝાલાની સીટી એ ડીવીઝન, ફિરોઝભાઈ સુમરાની સીટી બી ડીવીઝન, ભરતકુમાર મોહનભાઈ આલની હળવદ, જયપાલસિંહ સુરૂભા જાડેજાની મહિલા પોલીસ સ્ટેશન, પંકજભા પ્રવીણભા ગુઢડાની મોરબી તાલુકા, રાજેશભાઈ રાયધનભાઈ બોરિયાની પોલીસ હેડ ક્વાર્ટર્સ, લાલભા રઘુભાઈ ચૌહાણની મોરબી સીટી બી ડીવીઝન, સંજયકુમાર રાઠોડની હળવદ તેમજ મહેન્દ્રકુમાર મોહનભાઈ ગઢવીની પોલીસ હેડ ક્વાર્ટર્સ (સીટી ટ્રાફિક) માં બદલી કરવામાં આવી છે.
જ્યારે વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા મેઘાબેન અમૃતલાલ સોલંકી, હળવદમાં ફરજ બજાવતા પારૂલબેન ભીખાભાઈ વાઘેલા અને સંજયભાઈ જશવંતભાઈ સામતીયા એમ ત્રણ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી જે બદલી હુકમ રદ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




