સુરત જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
સુરત
આગામી સમયમાં તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં શાંતિ અને એખલાસનો માહોલ જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.ડી.વસાવા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, ખંજર, સોટા, ધોકા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓનો ફેકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. શબ, આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં કે તેવા હાવભાવ – ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ-વસ્તુ તૈયાર કરવી નહીં. કોઇ સરઘસમાં સળગતી મશાલ લઈ જવી નહીં. જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા અને વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ફરજ પરના સરકારી કર્મચારીઓને હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમ આગામી તા.૨૪/૧૨/૨૦૧૯ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


