સુરત
પ્રેસિડન્સી પરિવાર દ્વારા સિનિયર સીટીઝન વાચનાલયના સભ્યોની બે બસ દ્વારા કિરણ હોસ્પીટલની મુલાકાત લેવામાં આવી હતી. ગુજરાતની સૌથી વધુ અને આધુનિક સાધનો ધરાવતી કિરણ હોસ્પિટલમાં સિનિયર સીટીઝન વાચનાલયના દરેક સભ્યનું ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પીટલના ડોકટર્સ અને તેની ટીમ દ્વારા અને ખાસતો ડો સ્નેહલભાઈ ડુંગરાણીના માર્ગદર્શન હેઠળ દરેક વડીલોની પુરે પુરી સંભાળ લઇને ચેકઅપ કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્સીના લા. હિતેન્દ્ર ચુડાવાળા તથા લા. પ્રા. અને એમ કારીયા, વાચનાલયના અધ્યક્ષ શ્રી ચંપકભાઈ પટેલ, પ્રમુખ શ્રી નવીનભાઈ બોડીવાલા, ઉપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પસ્તાગીયા અને મંત્રી શ્રી ચંપકભાઈ ત્રિવેદી દ્વારા ડોકટર્સ અને તેમની ટીમનું પુષ્પગુચ્છ અને સ્મૃતિઓ ભેટ આપી સન્ïમાન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ દ્વારા દરેક વડીલોને રાત્રીનું વાળુ કરાવીને વિદાય આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



