માંડવીની સહકારી મંડળીના માજી પ્રમુખ-મંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત, તા. ૩૦
માંડવીની સાદડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પ્રમુખ- મંત્રીએ રૂ. ૯.૨૧ લાખનો ગેરકાયદે વ્યવહાર કરી અંગતકામે રૂપિયા વાપરી ગયાની ફરિયાદ હાલના મંત્રીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
માંડવી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાદડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી યોગેશ પ્રવીણભાઈ ચૌધરીએ માજી પ્રમુખ કેવજી ગોમાભાઈ ચૌધરી, માજી મંત્રી બલ્લુભાઇ માધાભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ મંડળીના હોદ્દા ઉપર રહી ગુનાહિત કાવતરૂ રચી દૂધ એડવાન્સ તથા તે અને સભાસદોના બાકી રૂપિયા દર્શાવીને કુલ્લે રૂ. ૯,૨૧,૭૧૯નો ગેરકાયદે નાણાકીય વ્યવહાર બતાવી આ રૂપિયા અંગત કામ માટે વાપરી જઈ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હતો. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



