કેવડીયામાં હરિયાણા ભવનનો વિરોધ અને પોલીસ પર પથ્થરમારાને મામલે 12 સામે ફરિયાદ માં 4 આગેવાનો ના આગોતરા રદ 

0
32

ગુરુવારે બીજા બેની સુનાવણી : આદિવાસીઓ પર પોલીસનો  પીસાતો સંકંજો : બીજીબાજુ આ બાબતનો વિરોધ 

રાજપીપળા : કેવડીયામાં બનનારા હરિયાણા ભવનનો કેવડિયા ગ્રામજનો અને સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા વિરોધ કરાતા આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું આ સાથે પોલીસના લાઠીચા્જ સાે પથ્થરારાની પણ ઘટનામાં પોલીસ કર્મી ઘવાતા કેવડિયા પોલીસે આ મામલે 12 સામે ફરિયાદ નોંધી હતી. જેમાં 3 આગેવાનો એ ધરપકડ થી બચવા રાજપીપપી કોર્ટમાં આગોતરા અરજી કરી હતી.જેમાં ડો.પ્રફુલ વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશ તડવી તેમના પુત્ર રણજિત તડવીની અરજીઓ રાજપીપળા એડિશનલ સેસન્સ જજ એસ.પી.તમાંગે આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની મુશ્કેલી વધી છે, જયારે આજે લખન મુસાફિર અને નરેશ તડવીની આગોતરાની સુનાવણી છે. આમ એક પછી એક આગોતરા જામીન ના મંજુર કરતા આદિવાસી આગેવાનો પર પોલીસનો સકંજો વધતો જાય છે. કેવડિયા પોલીસે પણ આ તમામને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હવે આ બાબતે આદિવાસીઓમાં વિરોધ પણ વધી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદ કર્યા બાદ આરોપીઓને આગોતરા જામીન નહીં આપવા તપાસ અધિકારીએ સોગંદનામું કર્યું હતું. મુખ્ય જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોના આધારે કોર્ટે અરજીઓ ફગાવી દીધી છે, આવતીકાલે અન્ય 3 આગેવાનોની આગોતરા જામીન અરજીઓ પર સુનાવણી થશે.ત્યારે હાલ આ તમામ આગેવાનોના આગોતરા ફગાવતા આગેવાનોની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે છે. જેથી તમામ આગેવાનો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY