સુરત,તા.૨૭
કૌભાંડમાં પોલીસની સંડોવણી સામે આવી છે. આ એનસીઆર ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ૩ પોલીસ ઈન્સપેક્ટરની સંડોવણી હોવાની ચર્ચાએ જાર પકડયું છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરતમાં ફેક એનસીઆર કરન્સીની રૂ.૧૪ કરોડની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જાકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
મળતી માહિતી અનુસાર પીઆઈ લવ કુમાર ડાભીએ એનસીઆર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. તો પીઆઈ ડાભીએ સવા કરોડ સામે રૂ. ૮ કરોડ વસૂલ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. આ સિવાય પીઆઈ ડાભીએ ૩૬ લોકોને એનસીઆર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પણ કરાવ્યું હોવાની વિગતો બહાર આવી છે. અન્ય ૨ પીઆઈ પણ એનસીઆર ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટો કરન્સીમાં રૂ. ૧૦૦ કરોડથી પણ વધુનું રોકાણ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં ત્રણથી સાડાત્રણ હજાર લોકોના પૈસા ફસાયા હોવાનું પણ મનાઈ રહ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







