સુરતમાં GSTનો અનોખો વિરોધઃ માર્કેટમાં વેપારીઓએ વેચ્યા ભજીયા

0
31

રીંગરોડ સ્થિત જે.જે.ટેક્સટાઈલ માર્કેટ બહાર વેપારીઓ દ્વારા અનોખો વિરોધ

જીએસટીલાગુ થયાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વેપારીઓએ ભજીયા અને પકોડા જાતે બનાવીને વેચાણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

મોટાભાગના વેપારીઓ રહ્યાં કાર્યક્રમથી દૂર

જીએસટી લાગુ થયા બાદ સુરત ટેક્સટાઈલ માર્કેટ થોડા દિવસો સુધી બંધ રહી હતી. કરોડો રૂપિયાનો વેપાર ખોરંભે ચડી વિરોધ નોંધાવનારા અને આંદોલન કરનારા વેપારીઓ આજના કાર્યક્રમમાં દેખાયા નહોતાં. ગણતરીના વેપારીઓ દ્વારા ભજીયા અને પકોડા તળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ પરમીશન ન હોવાથી અટકાયતના એંધાણથી કદાચ વેપારીઓ જોડાયા નહોતાં.રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટ બહાર વેપારીઓએ ભજીયા અને પકોડા બનાવીને વેચાણ કરી અનોખી રીતે વર્ષ પૂર્ણ થતાં જીએસટીની ઉજવણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વેપારીઓ વર્ષભર જીએસટીને લઈને પરેશાન હોય વિરોધ નોંધાવ્યો હતો.

જીએસટી લાગુ થયા બાદ સુરત ટેક્સટાઈલ માર્કેટ થોડા દિવસો સુધી બંધ રહી હતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY