સુરત,તા.૨૫
કાપડ માર્કેટ વિસ્તારમાં કોઇ પણ માર્કેટમાં આગ લાગે એટલે ફાયર બ્રિગેડની ટીમને રીતસર પરસેવો વળી જાય છે. કારણ કે ભારે ગીચતા વચ્ચે ઘટનાસ્થળ સુધી પહોંચવાનું કામ જ કપરું થઈ પડે છે. વળી, પાંચ-છ કે આઠ-દસ માળની માર્કેટમાં જ્યારે ઉપરના માળે આગ લાગે ત્યારે તો વધારે મૂસિબત વેઠવી પડે છે. તેવા સંજાગામાં રિંગ રડ પરની મિલેનિયમ માર્કેટમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી.
શહેરના રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ-૨માં બુઘવારે મોડીરાત્રે આગનો કોલ મળતા ફાયરબિગ્રેડનો સ્ટાફ દોડતો થયો હતો. ઘટનાને પગલે ફાયર બિગ્રેડના જવાનોએ ત્યાં પહોંચીને પાણીનો મારો ચલાવી આગ અડઘો કલાકમાં જ કાબૂમાં કરી લીધી હતી.
રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ-૨માં મોડી રાત્રે ૩૦૨ નંબરની કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ૪ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વધુમાં આ બાબતે ફાયર ઓફિસર મોરે જણાવ્યું હતું કે, મિલેનિયમ માર્કેટ-૨માં ત્રીજા માળે બંધ દુકાનમાં આગ લાગી હતી. આગને કારણે ૩૦ થી ૪૦ કાપડના તાકાઓને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



