રાજપીપલા શહેરમાં અસ્થિર મગજના લોકો ની બગડતી હાલત, ક્યાં છે સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો…?!

0
27

સરકાર તમામ ક્ષેત્રે પ્રગતિની વાતો કરે છે ત્યારે આ રખડતા રજળતા અસ્થિર લોકોનું કોણ બેલી…? આખા દેશ માં આ બાબત ગંભીર છે.

રાજપીપલા:
રાજપીપલા એ અસ્થિરો માટેનું છેલ્લું સ્ટેશન તરીકે પંકાયેલું શહેર છે ત્યારે અહીં ઘણા અસ્થિર મગજના લોકો રખડતા જોવા પણ મળે છે પરંતુ રોજ એમને પેટ ભરવા ખાવાનું કોણ આપે એ મોટો સવાલ છે ત્યારે ભૂખના માર્યા કચરાપેટી કે કચરાના ઢગલામાં પડેલો ખોરાક પણ વીણી ને ખાતા હોય બીમારી માં સપડાતા એમની સારવાર ની પણ તકલીફ અંતે વધુ બીમાર થતા મોત ના મુખમાં ધકેલાતા  હોય છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં છે સામાજિક સંસ્થાઓ ના સંચાલકો કે કાર્યકરો..?

સિવિલ હોસ્પિટલો કે અનાથ આશ્રમો જેવી જગ્યાઓ પર ફ્રૂટ ,કપડાં જેવી વસ્તુઓ વેચી અખબારોમાં પ્રસિદ્ધિ મેળવવા ઉતાવળા બનતા આ સમાજ સેવકોને  આવા અસ્થિર મગજના લોકો કેમ દેખતા નથી શું ફક્ત નામના મેળવવામાંજ હોસ્પિટલો કે અન્ય જગ્યાઓ પર વસ્તુ વેચવા સેવક બન્યાછે…? આમ તો સરકારી  હોસ્પિટલો કે અન્ય સંસ્થાઓ માં જમવા  સહીત  ની સુવિધા  મળતીજ  હોય છે ત્યારે ત્યાં  જઈ સેવા

ના નામે  ફક્ત નામના મેળવતા  કેટલાક  કહેવાતા  સમાજ સેવકો  રાજપીપલા માં રખડતા અસ્થિર મગજ  ના લોકો સામે  પણ  દયાભાવ  રાખે  એ જરૂરી  છે કેમકે એમને તો લોકો  હડઘુતજ કરતા હોય છે માટે થોડું  પુનદાન એમના  માટે કરી કોઈ પ્રસિદ્ધિ ની આશા  ન રાખે તોજ  સાચા  અર્થ  માં એ સેવાકાર્ય  કહેવાશે

 ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY