ન્યુ દિલ્હી,
તા.૧/૫/૨૦૧૮
ઉનાળાની રજાઓ શરૂ થઇ ગઇ છે તેવામાં આપને ફરવાનાં ખર્ચાને ઘટાડવા માટે ફ્લાઇટ કંપનીઓ ખાસ ઓફર લઇે આવી છે. ઉનાળાની રજાઓમાં ફરવા જવું હવે વધુ સહેલુ થઇ ગયુ છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ ફ્લાઇટ કંપનીઓએ કેટલાંક મુખ્ય રૂટ પર તેમની ટિકિટનાં ભાવમાં ૧૨%નો ઘટાડો કરી દીધો છે.
સસ્તી ટિકિટમાં પ્રવાસ કરાવવા માટે ગો એરની ખાસ ઓફર છે. ગો એર આપને માત્ર ૧૩૦૪ રૂપિયામાં હવાઇ સફર કરાવશે. જા આપ ટિકિટની બૂકિંગ કંપનીનાં મોબાઇલ એપથી કરો છો તો આપને ૧૦ ટકાની છૂટ મળશે. આ સેલ ઓફર ૨ મે સુધી છે. કંપનીએ તેની વેબસાઇટ પર આ ઓફરની જાણકારી આપી છે. અને કહ્યું છે કે આ ઓફર લિમિટેડ સમય માટે જ છે. જેથી વહેલા તે પહેલાનાં ધોરેણે ટિકિટ બૂકિંગ થશે.
દિલ્હી- મુંબઇ, દિલ્હી- બેંગલુરૂ, બેંગલુરૂ-મુંબઇ, દિલ્હી-હૈદરાબાદ અને દિલ્હી-કોલકાત્તા જેવાં સેક્ટર્સ પર ભાડાંમાં ૧૨ ટકાનો ઘટાડો જાવા મળી રહ્યો છે. જા આપ ૧૫ મેથી ૩૦ જૂનની વચ્ચે ફરવા જવાનો પ્લાન કરો છો તો પછી આપનાં હવાઇ ભાડામાં એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો થઇ શખે છે. તમામ ફ્લાઇઠ્સનાં રેટ્સ આપને તેમની ઓફિશિયલ સાઇટ અને મોબાઇલ એપ્લકેશનમાં જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


