પોલીસે રૂા. ૬.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત, તા. ૧૦
પીસીબી પોલીસે અલથાણ, કેનાલ રોડ શેરડીના ખેતર પાસેથી દારૂ ભરેલી કાર કબજે કરી હતી.
પીસીબી પોલીસે અલથાણ, કેનાલ રોડ, દેલવાડા બંગલીથી આગળ કાર નં. જીજે-૦૬-એલએસ ૫૮૭૬ને કબજે કરી ઝડતી લેતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબી પોલીસે રૂ. ૮૬,૦૪૦નો દારૂ અને કાર મળી રૂા. ૬,૮૬,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબી પોલીસના હે.કો. દિલીપસિંહ કેશરીસિંહે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



