ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોજે ઝરણા ગામના કબીરગામ ફળિયામાં આવેલ સ્મશાનની જમીન અને ખાડીમાં સરકારી ખરાબા વાળી જગ્યામાંથી બિનઅધિકૃત રીતે માટી ખોદકામ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવા ભરૂચ જિલ્લા સમાહર્તા રાવીકુમાર આરોરાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ઝરણા ગામના કબીરગામ ફળિયામાં આવેલ સ્મશાનની જમીન અને ખાડી,સરકારી ખરાબામાંથી જે.પી.ઠેસીયા નામના ઈસમ દ્રારા રીતે કોઈપણ જાતના ગ્રામસભાના ઠરાવ કે કોઈ પણ પરવાનગી વગર બીનઅધિકૃત રીતે અઢળક માત્રામાં માટી ખોદકામ કરી મુકેશ બાવા કરકરની જમીનમાં ઠાલવવામાં આવે છે.
કબીરગામ ફળિયામાં બિનઅધિકૃત રીતે માટી ખોડકામ ના કારણે તેમજ ત્યાં બ્લાસ્ટિંગ કરવાના કારણે સ્મશાન ભૂમિ તથા ખાડી અને રસ્તાની સાથે ચેકડેમને પણ ભારે નુકશાન થયેલ છે.
જે કાર્ય ગ્રામજનો દ્રારા રોકવામાં આવતા નેત્રંગ તાલુકાના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓનો સાથ મેળવી ગ્રામજનોને વિરુધ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી હેરાન પરેશાન કરવામાં આવે છેના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતાં.
ગામના સ્થાનિક રહીશો તેમજ તાલુકાના સામાજિક કાર્યકરો દ્રારા ભેગા થઈને માટી કાઢનાર સાથે રૂબરૂ ચર્ચા કરવા જતાં સામેવાળા ઈસમો દ્રારા ગામના લોકોનો જાતિ વિષયક અપમાન કરી ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.
વેદાંતા જજમેન્ટ મુજબ અનુસુચિત ક્ષેત્રેમાં કોઈપણ ગ્રામસભાની અનુમતિ વગર કોઈ પણ અવૈદ્ય ખનન નહીં કરાય જે જજમેન્ટ છે માટે વહેલીમાં વહેલી તકે બિનઅધિકૃત રીતે થતી માટી ખનન ને બંધ કરાવી સામેવાળા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અનિલ ભગત, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયત ના સભ્યો,ભીલિસ્ટાન ટાઇગર સેના,સહિત મોટી સાંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






