અમરેલી,તા.૨૪
અમરેલીના દામનગરમાં દારૂની મહેફિલ પર જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયે રેડ પાડી હતી. દારૂની મહેફિલમાં પાંચ પોલીસ કર્મી સહિત ૭ શખ્સો દારૂ પીતા નજરે પડ્યા હતા. જેમાં એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ૪ પોલીસ કર્મી સહિત ૬ શખ્સો ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ દામનગરમાં અમરેલી જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયે દારૂની મહેફિલ પર રેડ પાડી હતી. જેમાં પાંચ પોલીસ કર્મીઓ રમેશ કોતર, સંજય ચૌહાણ, દિગ્વિજય સરવૈયા, પરાક્રમ ગોહિલ અને રાજુ વરૂ દારૂ પી રહ્યા હતા. પાંચ પોલીસ કર્મીઓ સાથે અન્ય બે શખ્સ સુખુભા ગોહિલ અને કિશન પણ મહેફિલ માણી રહ્યા હતા. રેડ દરમિયાન પોલીસ કર્મી રાજુ વરૂની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ફરાર થઇ ગયા હતા. દામનગરના પીએસઆઇએ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"










