મારી પૂર્વ પત્ની મારા પર છબીલ પટેલનો ફોન કરાવતી હતીઃ પીડિતાનો પૂર્વ પતિ

0
4

અમદાવાદ,તા.૨૪
ભાજપના નેતા જયંતી ભાનુશાળીની સામે સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ ભાનુશાળીની સામે પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર કેસમાં એક યુવક સામે આવ્યો છે અને તે પોતે પીડિતાનો પૂર્વ પતિ હોવાનો દાવો કરી રહ્યો છે. સુરતના યુવકે આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેની પૂર્વ પત્ની સાથે એક નહીં પરંતુ અનેક યુવક સાથેના સબંધો છે. તેની સાથે અન્ય યુવતીઓ પણ મળેલી છે. જે બધા ભેગા મળીને મોટા લોકોને ફસાવવાનું કામ કરે છે. એક સમયે યુવતીને અને તેના પરિવારજનોને ખાવા-પીવાના ફાંફા હતા, પરંતુ એવું શું બન્યું કે, તેઓ રાતોરાત રૂપિયાની જાહોજલાલી ભોગવવા લાગ્યા છે. યુવતીના પિતા પણ અગાઉ હિરાની ચોરીના કેસમાં જેલમાં જઇ આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
પીડિતાના પૂર્વ પતિએ જણાવ્યું હતું કે, તે સ્કુલ સમયથી સાથે હતા. ધોરણ ૯ પછી ધોરણ ૧૦માં તેમની બન્ને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા. તેણે તેની સાથે બે વર્ષ અગાઉ લગ્ન પણ કર્યા હતા. પરંતુ લગ્નના દોઢ જ મહિનામાં તે પોતાના ઘરેથી જતી રહી અને રૂપિયા આપે તો જ પાછી આવીશ તેવી માંગણી કરવા લાગી હતી. તે જ્યારે લગ્ન કરીને તેના ઘરે આવી ત્યારે અન્ય યુવકો સાથે તે સતત વાત કરતી હતી. તેમજ તેના ફોનમાં અન્ય યુવક સાથેના અંગતપળના વીડિયો પણ તેના ફોનમાં તેણે જાઇ લીધા હતા. આ બધાના કારણે તેમના વચ્ચે ઝઘડો થતો હતો.
પીડિતા પૂર્વ પતિએ વધુમાં કÌšં હતું કે, ઝગડાઓ અને અંગતપળોના વીડિયો સામે આવ્યા બાદ એક દિવસ તેમના પર છબીલ પટેલ નામના વ્યÂક્તનો ફોન આવ્યો હતો. તે પોતે રાજકારણી હોવાનું જણાવ્યું હતું. તેમજ ધમકી આપી હતી કે તુ તારી પત્નીને છૂટાછેડા આપી દે નહીં તો તને અને તારા પરિવારને મુશ્કેલી પડશે. આ બધાની ધમકીના કારણે તે ગભરાઇ પણ ગયો હતો. એટલુ જ નહીં તેના વિસ્તારમાં રહેતા કોઇ એવો વ્યÂક્ત નથી જેને આ યુવતીએ છેતર્યા નથી.
જયંતી ભાનુશાળીને આજ પહેલાં હું ક્્યારેય મળ્યો નથી, પરંતુ મારા એક મિત્રએ મને કહ્યું હતું કે ભાનુશાળી સામે જે યુવતીએ ફરિયાદ કરી છે તે તારી પૂર્વ પત્ની છે. અને મને તેના વિસ્તારમાંથી પણ આ વિગતો જાણવા મળી હતી. થોડા દિવસ પહેલાં હું સુરતના એક પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને ત્યાં મારા અને તેના લગ્નના ડોક્્યુમેન્ટ અને ફોટોગ્રાફ આપ્યાં હતાં. મારી પૂર્વ પત્નીના એક નહીં પણ સંખ્યાબંધ લોકો સાથે શારીરિક સંબધ હતા અને તેણે જાતે જ વીડિયો ઉતાર્યા હોય તેવું મારું માનવું છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY