તાપી,તા.૬
હજુ તો હિંમતનગર અને સુરતના ડિંડોલીમાં દુષ્કર્મની ઘટનાની વાત લોકમુખેથી ભૂલાય નથી ત્યાં આજે તાપીના વ્યારામાં ૧૪ વર્ષની કિશોરી પર નરાધમે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.
૧૪ વર્ષની કિશોરીને ૨૪ વર્ષના સલીમ ગામીતે પીંખી નાંખ્યાનો આરોપ મૂકાયો છે. ૧૪ વર્ષની કિશોરીને શેરડીના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કરવાની નરાધમે ધમકી આપી હતી. આરોપી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતો હતો. જા કે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પડાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષની બે બાળકીઓ સાથે બે શખ્સોએ દુષ્કર્મ કર્યાના બે જુદા-જુદા કેસ નોંધાયા હતા. બળાત્કારનો ભોગ બનેલી બંને બાળકીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. એક ઘટનામાં નરાધમે નવાગામથી બાળકીનું અપહરણ કરી તેની સાથે પાશવી કૃત્ય કર્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “ફરિયાદ મળતાં જ આશરે ૧૫૦ જેટલા પોલીસકર્મીઓ બાળકીઓને શોધવામાં લાગ્યા. રવિવારે રાત્રે અઢી વાગે બાળકી દુષ્કર્મ સ્થળેથી જ મળી આવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





