માંગરોળના વાંકલના વેરાવી ફળિયામાં નિવૃત્ત શિક્ષકના મકાનમાં આગ

0
8

માંગરોળ

 

માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ફળિયામાં નિવૃત્ત શિક્ષક ચુનીલાલ ચૌધરીના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

ઘટનાની જાણ થતાં માંગરોળ મામલતદાર, વાંકલના સરપંચ, તલાટી અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ GIPCL ફાયર વિભાગ સહિત અન્ય બે ફાયર ફાઇટરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 

ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY