વેચાણ સ્થળે વંદા, અમુલ પાર્લરમાં એક્સપાયરી ડેટનો ખાદ્ય જથ્થો

0
8

શહેરના આરોગય વિભાગે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં હનુમાન મઢી ચોકમાં આવેલ જલારામ અમુલ પાર્લરમાં ફૂગ ચડી ગયેલો બિન આરોગ્યપ્રદ એક્સપાયરી ડેટવાળું લિક્વિડ અને ખોરાક મળી આવ્યો હતો. નાયબ આરોગ્ય અધિકારી પીપી રાડોઠના જણાવ્યા પ્રમાણે વેપાર સ્થળે સ્વચ્છતાનો અભાવ અને મોટા પ્રમાણમાં ઉંદરો અને વંદા જોવા મળ્યા હતા.

ખરાબ પેકેટ અને એક્સપાયરી ડેટવાળો માલ

હનુમાનમઢી પાસે આવેલ જલારામ અમુલ પાર્લરમાં છ નુડલ્સ પેકેટ, એક લિટરની 11 બોટલ છાસ, ત્રણ કિલો ખાખરા, બે કિલો બિસ્કિટ, પાંચ લિટર જ્યુસ, પાંચ કિલો કાજુ કતરી, આઠ કિલો કુલ્ફી અને આઇસ્ક્રિમ, દસ લિટર વિવિધ કોલ્ડ્રીંક્સ, પાંચ કિલો નમકીન અને ચાર કિલો સોસ સહિતની તારીખ જતી રહેલી વસ્તુઓ અને જે ખાવાલાયક ન હોય તે મળી હતી. આ તમામ વસ્તુઓનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY