ભરૂચ તાલુકાના વેરવાળા ગામમાં મોડી રાતે એક મકાન ધરસાઈ થતાં મકાનના કાટમાળ માં બે બળદો દબાઈ જતાં મોત નીપજ્યા હતાં.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના વેરવાળા ગામના
મસ્જિદ ફળિયામાં રહેતા પટેલ અકબર અબ્દુલાના બિન રહેણાંક મકાનમાં બળદો અને બકરાઓ બાંધતા હોય ગત રાતે ૩:૩૦ વાગેના સમય ગાળામાં મોટા અવાજ સાથે મકાન પડી જતાં ગ્રામજનો જાગી ગયા હતા અને અકબર પટેલના બે બળદો કાટમાળ નીચે દબાઈ જતાં ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવી બળદોને બહાર કાઢવામાં આવ્યા હતાં.પરંતુ બંનેવ બળદોને ઈજાઓ પહોંચી હોઈ કમનસીબે બંનેવ બદળોના મોત નીપજ્યા હતાં.

મકાન ધરસાઈ થતાં જ ગામ સરપંચ તથા વેરવાળા ગામના આગેવાન મુબારક તલાટી તથા પંચાયત સભ્ય યુનુસ પટેલ, સહિત ગ્રામજનો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.જયારે સવારે દહેગામ ના સરપંચ ઈલીયાશ પટેલ સહિત આજુબાજુ ના ગામના લોકોએ પણ વેરવાળા ગામની મુલાકાત લીધી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







