૨૦૧૯માં કોંગ્રેસ સત્તામાં આવશે તો હું વડાપ્રધાન બનીશ : રાહુલ ગાંધી

0
141

બેંગ્લુરુ,
તા.૮/૫/૨૦૧૮

કોંગ્રેસ અધ્યક્ષે પ્રથમ વાર પીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી

અત્યારે તમને મારું નિવેદન હાસ્યાસ્પદ લાગશે પણ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકાર નહીં બનાવે મોદી વડાપ્રધાન નહીં બને

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એડીચોટીનું જાર લગાવી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કર્ણાટકની એક ચૂંટણી સભાના સંબોધનમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. ૨૦૧૯નો એજન્ડા સેટ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જા કોંગ્રેસ આવનાર લોકસભાની ચૂંટણીમાં જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.

રાહુલ ગાંધીના આ નિવેદન પરથી એ સાફ થાય છે કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને સાર્વજનિક રીતે આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે ૨૦૧૯માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવશે તો શું તેઓ પીએમ બની શકે છે ? રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું કે હાં, કેમ નહીં ?

કર્ણાટક ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી માટે મહત્વનું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ આડકતરો જવાબ આપતા કહ્યું કે, લોકો મારા નિવેદન પર હસશે પણ જા ૨૦૧૯માં કોંગ્રેસ જીતશે તો તેઓ પ્રધાનમંત્રી બની શકે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં અમે જા અમારી રણનીતિમાં ફેરફાર કરીશું તો કોંગ્રેસ ૨૦૧૪ જેવા પરિણામ જાવા ન જ મળશે. તેમજ તેમણે કહ્યું કે, જે પરિસ્થતિ હાલમાં તેના પર મારું રાજકીય આંકલન સાચું સાબિત થશે અને નરેન્દ્ર મોદી પીએમ બનશે નહીં.

૨૦૧૯માં ભાજપ સરકાર પણ નહીં બને અને નરેદ્ર મોદી પણ પ્રધાનમંત્રી નહીં બને. રાહલુ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કર્ણાટકના લોકો ભ્રષ્ટાચારથી ખદબદતા નેતાઓને શા માટે ચૂંટે. શું પીએમ મોદીને નોનકરેપ્ટેડ નેતાઓ નથી મળતા. જા ૩ પાર્ટીઓ એક સાથે આવી જાય તો ભાજપને પાંચ સીટ પણ નહીં મળે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે અને મુખ્ય રાજનૈતિક લડાઈ થશે. તો રફાલ મુદ્દે અને રેડ્ડી બ્રધર્સ મુદ્દે પણ રાહુલે પીએમ મોદી પર નિશાન સાંધ્યું હતું. બીજી તરફ તેઓએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા ગણાવ્યા હતા.
નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોલાર રોડ પર શો કર્યો હતો. ત્યારપછી તેમણે એક જનસભા પણ સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોબાઈલમાં ત્રણ મોડ હોય છે. વર્ક-સ્પીકર-એરપ્લેન. મોદી માત્ર સ્પીકર અને એરપ્લેન મોડમાં કામ કરે છે, તેઓ કદી વર્ક મોડ પર નથી આવતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY