ઉ.પ્રદેશમાં એક સાથે ૫૧૦ શટલ બસોને લીલીઝંડી અપાઇ : ગિનિઝ બુકમાં રેકોર્ડ નોંધાયો

0
7

પ્રયાગરાજ,તા.૨૮
ઉત્તર પ્રદેશ રોડવેઝની ૫૧૦ શટલ બસોનો રેકોર્ડ ગિનીઝ બુકમાં નોંધાવવા માટે પરિવહન વિભાગે પ્રમુખ સચિવ આરાધના શુક્લાએ ગુરુવારે લીલી ઝંડી બતાવીને એક સાથે આ બસોને રવાના કરી. બસો વચ્ચેનું અંતર ૧૦-૧૦ મીટર રાખવામાં આવ્યુ છે. વિશ્વમાં આ પ્રથમવાર છે જ્યારે ૫૧૦ બસો એક સાથે એક જ રૂટ પર નીકળી છે.
વિશ્વની સૌથી મોટી બસ શૃંખલા એક સાથે સૌથી વધારે અંતર કાપશે. બસોની ૯ કિ.મી લાંબી લાઈન છે. જે ૧૨ કિલોમીટરનું અંતર એકસાથે કાપશે. નેશનલ હાઈવે-૧૯ પર સહસોંથી નવાબગંજ સુધી ૮.૭ કિ.મીના અંતર સુધી ઉભી રહી. પરિવહન નિગમની આ બસો કુંભ મેળા માટે વિશેષરીતે ચલાવવામાં આવી રહી છે. ભગવા રંગની આ બસોના ડ્રાઈવરોને પણ તાલીમ આપવામાં આવી છે.
ટ્‌વીટર પર કુંભના આૅફિશિયલ પેજ પરથી એક વીડિયો પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બસોનો કાફલો રસ્તા પરથી નીકળી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY