પીએસએલ મેચ વખતે ભારતીય ક્રિકેટ પ્રેમીઓને દુબઇ સ્ટેડિયમમાં જતા રોકાયા

0
48

દુબઈ,તા.૨૮
ભારતના બે ક્રિકેટ પ્રેમીઓને દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મેચ જોવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ ઘટના આવા સમયે બની જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે માહોલ ગરમ છે, જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ઉગ્ર છે. બે ભારતીય નાગરિકોને સ્ટેડિયમમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે તેવા સમાચાર વાયુ વેગે ફેલાયેલા, પરંતુ પછીથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે તેમની આ ઘટનાથી કોઈ લેવા દેવા નથી. કારણ કે આખા સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સ્થાનિક પોલીસની છે.
અધિકારીએ કહ્યું, અમને ઘટના વિશે ખબર છે અને ચર્ચા કર્યા પછી તેમનો સ્ટેડિયમમાં પ્રવેશ કરાવ્યો, અને મેચ જાવાની મંજૂરી આપી કારણ કે તેઓ પાસે કાયદેસરની ટિકિટ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY